વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. નવા મંત્રીમંડળની બુધવારે રચના થયા પછી ગુરુવારે કેબિનેટની પહેલી બેઠક મળી હતી, જેમાં કૃષિ અને હેલ્થ સેક્ટર સંબંધિત નિર્ણયો લેવાયા હતા. દેશમાં નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આઠ મહિના કરતાં વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને ખુશ કરવા કેન્દ્ર સરકાર એપીએમસી મારફત રૂ. ૧ લાખ કરોડ ખેડૂતો સુધી પહોંચાડશે જ્યારે તેમજ કોરોના સામે લડવા અને સ્વાસ્થ્ય ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે સરકારે રૂ. ૨૩,૧૨૩ કરોડના ઈમર્જન્સી પેકેજની જાહેરાત કરી હતી. કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રીઓ અનુરાગ ઠાકુર, મનસુખ માંડવિયા, નરેન્દ્રસિંહ તોમરે આ માહિતી આપી હતી.