વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (સીસીએસ)ની બેઠકમાં ઇન્ડિયન એરફોર્સ માટે રૂ. ૬૮૨૮ કરોડના ખર્ચે ૭૦ એચટીટી-૪૦ બેઝિક ટ્રેઇનર એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આગામી છ વર્ષમાં આ એરક્રાફ્ટ પૂરા પાડવામાં આવશે. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (સીસીએસ)અ રૂ. ૬૮૨૮ કરોડના ખર્ચે ૭૦ એચટીટી-૪૦ બેઝિક ટ્રેઇનર એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપી છે.