ભારતની જેમ વિશ્વના અન્ય દેશોમાં પણ ક્રિકેટના હજારો દિવાનાઓ છે. ક્રિકેટના ચાહકો પોતાની પ્રિય રમત માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. જોકે, ક્રિકેટના આ ચાહક જેવી દિવાનગી ભાગ્યે જ જોવા મળી શકે. ઑસ્ટ્રેલિયાના 12 વર્ષના મેક્સ વેટ એ ઇંગ્લેન્ડના સ્ટેડિયમમાં બેસી લાઇવ ટેસ્ટ મેચ જોવા માટે 4 વર્ષ સુધી કામ કર્યુ. આ કામ સાધારાણ કામ નહોતું. ઑસ્ટ્રેયિલાના વિક્ટોરિયાના મેક્સ વેટે એક ડૉલર વસૂલી અને લોકોના ઘરનો કચરો ઉપાડ્યો. આ કામ તે સતત 4 વર્ષ સુધી કરતો ગયો. અભ્યાસની સાથે રજાની પળોમાં તેણે કચરો વીણી અને 4 વર્ષના અંતે 1500 ડૉલરની કમાણી કરી.
મેક્સ વેટ સ્વખર્ચે ઑસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડની એશિસ ટેસ્ટ સીરિઝ જોવા માટે આવ્યો છે. વર્ષ 2015માં ઑસ્ટ્રેલિયાને વર્લ્ડકપમાં રમતી જોઈ ત્યારે મેક્સ વેટે નક્કી કર્યુ હતું કે એશિસ જોવા માટે ઇંગ્લેન્ડ જશે.