રાજ્યોના મુખ્યપ્રધાનો અને પ્રધાનો પ્રજાના પ્રતિનિધિઓ છે, ગરીબ છે અને ઓછી આવકમાંથી તેઓ આવકવેરો ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી તેવી દલીલ કરીને ઉત્તરપ્રદેશમાં મુખ્યપ્રધાનો અને પ્રધાનોનો ઇન્કમટેક્સ સરકારી તિજોરીમાંથી ચૂકવવામાં આવી રહ્યો છે. છેલ્લા ચાર દાયકાથી યુપી સરકારે સીએમ અને પ્રધાનોના ટેક્સની ચુકવણીનો બોજ રાજ્યની તિજોરી પર લાદ્યો છે. ટેક્સ પેયર્સ દ્વારા ચૂકવવામાં આવતા કરોડોનાં ટેક્સનો ધૂમાડો કરાઈ રહ્યો છે અને યુપીનાં સીએમ તેમજ પ્રધાનો પારકા પૈસે તાગડધિન્ના કરી રહ્યા છે. અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે અનેક રાજકીય પક્ષોને આંચકો લાગ્યો હતો. જો કે જુદાજુદા પક્ષનાં સીએમ કે પ્રધાનોએ આ મામલે તેમની ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. ૧૯૮૧માં વી પી સિંહે જ્યારે કાયદો પસાર કર્યો ત્યારે કહ્યું હતું કે, મોટાભાગનાં પ્રધાનો ગરીબ પરિવારમાંથી આવે છે અને તેમનો પગાર પણ વધારે નથી. આથી તેમનો ઈન્કમટેક્સ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.