વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે પીએમ ગુજરાત પ્રવાસના બીજા દિવસે અંબાજી પહોંચ્યા છે. અંબાજી આવેલા પીએમ મોદીએ રોડ શો યોજ્યો હતો, જ્યાં જનમેદનીએ પીએમનું સ્વાગત કર્યું હતું અને પીએમે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જે બાદ પીએમ મોદીએ જનસભા સ્થળેથી PM મોદીએ અનેક વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું અને વિશાળ જનમેદની સંબોધી હતી.
ચીખલામાં પીએમ મોદીનું સંબોધન:
- છેલ્લા 2 દાયકાના સતત પ્રયાસોથી બનાસકાંઠાનું ચિત્ર બદલાયું છે.
- પરિસ્થિતિ બદલવામાં નર્મદાના નીર, સુજલામ-સુફલામ અને ટપક સિંચાઈએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
- તહેવારોની આ સિઝનમાં ગરીબ પરિવારોની બહેનોને તેમનું રસોડું ચલાવવામાં કોઈ મુશ્કેલી ન પડે, તેથી સરકારે મફત રાશન યોજનાને લંબાવી છે.
- કેન્દ્ર સરકાર આ યોજના પર લગભગ 4 લાખ કરોડ રૂપિયા ખર્ચી રહી છે, જે દેશના 80 કરોડથી વધુ લોકોને મુશ્કેલ સમયમાં રાહત આપે છે.
- ટોઈલેટ હોય, ગેસનું જોડાણ હોય, હર ઘર હર જલ હોય, જનધન ખાતા હોય, મુદ્રા યોજના દ્વારા મળતું ગેરેન્ટી કાર્ડ હોય, કેન્દ્ર સરકારની દરેક યોજનામાં દેશની મહિલાનું યોગદાન મહત્વનું રહ્યું છે.
- 1930 પહેલા આ રેલ લાઈન નાખવાના ફાઈલો પડી છે. જે કામ અંગ્રેજોએ આ કામ માટે યોજના બનાવી હતી. તેને આઝાદી બાદ પણ પૂર્ણ કરવામાં ન આવ્યું. હુ ગુજરાતમાં હતો ત્યારે પણ તત્કાલીન સરકારને વાત કરી હતી પણ તે સરકારે યોજના પર ધ્યાન આપ્યુ નહોતું.પરંતુ હવે આ રેલ લાઈન શરૂ કરવાનું મારૂ સપનુ સાકાર થઈ રહ્યું છે.
- 25 વર્ષમાં હિન્દુસ્તાનને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. આજે 45 હજાર આવાસોનું લોકાર્પણ કરાયું. અંબાજીમાં જ્યારે આવીએ ત્યારે નવી ઉર્જા પ્રાપ્ત થાય છે.
- જ્યારે આપણે મહિલાઓના સન્માનની વાત કરીએ છીએ, ત્યારે તે આપણા માટે ખૂબ જ સરળ લાગે છે. પરંતુ જ્યારે આપણે તેના વિશે ગંભીરતાથી વિચારીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણા સંસ્કારોમાં સ્ત્રીઓ માટે કેટલું સન્માન સમાયેલું છે.
- પીએમ મોદી સંબોધનમાં ખાસ નારીશક્તિની વાતો કરી. તેમણે દેવોની સાથે ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દરેક જગ્યાએ મહિલાઓનું મહત્વ છે. નારી વિના પુરૂષ અધુરો છે. તેના માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મહિલાઓના નામે કરવામાં આવ્યું છે. આ સાથે આ કાર્ય માટે ગુજરાત સરકારનો વિશેષ આભાર માન્યો હતો.
- આ વખતે હું અહીં એવા સમયે આવ્યો છું જ્યારે દેશે વિકસિત ભારતનો મહાન સંકલ્પ લીધો છે.
- મા અંબાના આશીર્વાદથી આપણને આપણા બધા સંકલ્પોની સિદ્ધિ માટે શક્તિ મળશે.