ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જણાવ્યું છે કે, હવે શેહરીજનો કોઈ પણ હોટલમાં જમવા જાય તો તેઓ જેતે હૉટલ કે રેસ્ટોરન્ટના રસોડામાં પ્રવેશ કરીને સ્વચ્છતાની તપાસ કરી શેકે તેવો નિર્ણય કર્યો છે. જો અત્યાર સુધી હૉટલો કે રેસ્ટોરન્ટના રસોડા બહાર 'નૉ એન્ટ્રી'ના બૉર્ડ જોવા મળતા હતા સાથે સાથે રસોડા સ્વાદર્શીકો માટે પ્રતિબંધ હતો. હવેથી કિચન બહાર આવા બૉર્ડ પણ નહીં રાખી શકાય. આ મામલે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જે પ્રમાણે હવેથી રેસ્ટોરન્ટ કે હૉટલોમાં રસોડામાં કાચની બારી કે દરવાજો પણ મૂકવો પડશે. ગ્રાહકો બહારથી રસોડાની અંદર જોઈ શકે તે માટે આવો આદેશ કરવામાં આવ્યો છે.