સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આજે શનિવારે આરોગ્ય વિભાગના અધિકારીઓએ કેરી વેચનારાઓને ત્યાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગના દરોડા દરમ્યાન પ્રતિબંધિત કાર્બાઇડથી પકવવામાં આવેલી કેરીઓનો જથ્થો ઝડપાયો હતો. આ ઉપરાંત સડી ગયેલી કેરીઓનો 240 કિલો જેટલા જથ્થાનો પણ નાશ કરાયો હતો.