ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાજયભરમાં ફરી એક વાર દૂધના સેમ્પલ લેવાની કવાયત શરૂ કરી છે. રાજ્ય વ્યાપી અભિયાનમાં 60થી વધુ ટીમો દ્વારા દૂધના સેમ્પલો લેવાની કામગીરી શરૂ થઈ છે. અગાઉ પણ રાજયભરમાંથી દૂધના નમૂના લેવાયા હતા. ગુજરાત ભરમાંથી 250 સેમ્પલ લેવાયા હતાં. જેમાં 70 ટકા દૂધમાં પાણીની અતિશય ભેળસેળ મળી આવી હતી.