મધ્ય પ્રદેશ મંત્રીમંડળે શુક્રવારે ખાધ્ય પદાર્થોમાં મિલાવટ કરનારાઓને આજીવન કેદની સજા આપવા માટેના દંડ કાયદો (મધ્ય પ્રદેશ સંશોધન) બિલ 2021ને મંજૂરી આપી દીધી છે. જેની જાણકારી આપતા રાજ્યના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં હવે ખાધ્ય પદાર્થોમાં ભેળશેળ કરનારાઓને આકરી સજા આપવામાં આવશે.
જે બિલને મંજૂરી આપવામાં આવી છે તે મુજબ ભેળશેળ કરનારાને આજીવન કેદ સુધીની સજા આપવાની જોગવાઇ છે. વસ્તુઓમાં ભેળશેળને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થઇ રહ્યો છે. ખુદ સુપ્રીમ કોર્ટે પણ આ મામલે ટકોર કરી હતી. જ્યારે મધ્ય પ્રદેશમાં લોકો દ્વારા રેલીઓ પણ કાઢવામાં આવી હતી.