ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, ગુજરાતમાં 23 તારીખથી જ શાળા અને કોલેજો શરૂ કરવામાં આવશે. પણ કોરોનાનાં કેસો વધતાં અમદાવાદમાં ફરીથી કરફ્યૂ લાગુ કરવામાં આવતાં ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય થોડા જ કલાકોમાં બદલી લેવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, 23 તારીખથી રાજ્યમાં શાળા અને કોલેજો ખૂલશે નહીં.
ઉલ્લેખનીય છે કે, આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જિલ્લાના DEO સાથે બેઠક યોજી હતી. અને બેઠક બાદ કહ્યું હતું કે, રાજ્યમાં 23 તારીખથી જ શાળાઓ શરૂ કરવામાં આવશે. સતત વાલીઓના વિરોધ બાદ પણ શિક્ષણમંત્રીએ શાળા ખોલવાની જાહેરાત કરી હતી. પણ અમદાવાદમાં કોરોનાનાં કેસો વધતાં કરફ્યૂ જાહેર કરાયો હતો. જે બાદ ગુરુવારની મોડી રાત્રે સરકાર દ્વારા શાળા અને કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો.