ઈતિહાસ એવી ઘટનાઓથી ભરેલો છે જેમાં ભૌગૌલિક, આર્થિક કે રાજકીય રીતે મહત્વના દેશમાં સરકાર નબળી પડે એટલે ક્ષેત્રિય કે વૈશ્વિક મહાસત્તા તેને ઉથલાવી પોતાના 'પોપટ'ને સુકાન આપવા તૈયાર જ હોય છે. એવી પણ અસંખ્ય ઘટનાઓ છે જેમાં આવી મહાસત્તા સરકારોને નબળી પાડવા માટે સુવ્યવસ્થિત કાવતરું ઘડે અને વિદ્યાર્થી સંગઠનો, વિરોધ પક્ષના રાજકીય નેતાઓને તન-મન-ધનથી મદદ કરી હોય.