અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં ઝંપલાવીને આયેશાએ કરેલ આપઘાત બાદ હવે રિવરફ્રન્ટ ખાતે સઘન સુરક્ષા કવચ ગોઠવવામાં આવશે. સરકારે થ્રી-લેયર સુરક્ષા માટે આદેશ આપ્યા છે. મહિલાઓની સુરક્ષા માટે અને કોઈ મહિલા- પુરુષ સહીત કોઈ પણ વ્યક્તિ આપઘાત ન કરે તે માટે રિવરફ્રન્ટના 13 કિલોમીટર લાંબા માર્ગ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે સાબરમતી નદીમાં બે સ્પીડ બોટથી સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. 15 સ્કૂટર અને 2 ગોલ્ફકાર્ટમાં મહિલા પોલીસ સતત પેટ્રોલિંગ કરશે. સાબરમતી રિવરફ્રન્ટ સંકુલમાં 250 જેટલા સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર 20 જેટલી પોલીસ ચોકી બનાવવામાં આવશે.