અગરિયાના લોકગીતોનો વારસો જાળવનારા વયોવૃદ્ધ વખુમાએ દુનિયામાંથી વિદાય લીધી. પાટડીના રણકાંઠાના હિંમતપુરાના વતની વખુમાને દુર્લભ લોકગીતો કંઠસ્થ હતા. બ્રિટિશ કાળમાં મીઠાની ટ્રેનના અકસ્માત સમયે ગામમાં લાગેલા બે દિવસનો કરફ્યૂનું ગીત હોય કે અંગ્રેજ અધિકારી અને અનાથ યુવતીના પ્રેમના કરુણ અંજામનું ગીત હોય વખુમાને બધુ કંઠસ્થ. તેમની પાસે લોકકથાઓ વારસો પણ સચવાયેલો.