તામિલનાડુ પોલીસે સ્થાનિક લોક ગાયક કોવનની એટલા માટે ધરપકડ કરી હતી કે તેણે પોતાના ગાયનોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આલોચના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી ઈ. કે. પલનીસામી અને નાયબ મુખ્યમંત્રી પન્નીરસેલમ વિરૂદ્ધ આલોચનાત્મક ગીત આ લોક ગાયકે જાહેરમાં ગાયા હતા. પોતાના ગીતોમાં તેણે કાવેરી જળ વિવાદ મુદ્દે પીએમ મોદી તથા સરકારની આલોચના કરી હતી.