સોમવારે લોકસભા દરમિયાન આર્થિક મંદી બાબતે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ખૂદ સ્વીકાર્યું હતું કે આર્થિક મંદીના કારણે GDPમાં ઘટાડો થયો છે, પરંતુ તેની સાથે તેમણે એ વાત કહી હતી કે ભારત G-20 દેશોમાં સૌથી ઝડપથી વિકાસ કરી રહ્યો છે. સાથે જ તેમણે ઉલ્લેખ કર્યો વર્ષ 2014-19 દરમિયાન સરેરાસ GDP દર 7.5 ટકા હતો.