Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે રવિવારે સવારે મોદી સરકારના 20 લાખ કરોડના આર્થિક પેકેજના પાંચમા અને અંતિમ તબક્કાની જાહેરાત કરી. આત્મનિર્ભર ભારત માટેના અગાઉ ચાર ભાગની જાહેરાતમાં ખેડૂતો, મહિલાઓ, મજૂરો, ઉદ્યોગો, યુવાનો, સંરક્ષણ, આરોગ્ય વગેરેને મદદ કરવામાં આવી હતી.

નાણામંત્રીએ કહ્યું કે, દેશ આજે સંકટના સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ગરીબોને તરત મદદ મળી રહી છે. PMએ કહ્યું હતું આફતને અવસરમાં બદલવી જોઇએ અને જાન હે તો જહાન હે. આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. મહત્વનું છે કે, આજે રોજગાર, હેલ્થ અને શિક્ષાને લઇને એલાન કરવામાં આવી રહ્યું છે.

મનરેગા માટે બજેટ ફાળવણીમાં 40000 કરોડ રૂપિયાનો વધારો કરાશે

મનરેગા માટે બજેટની ફાળવણીમાં 40,000 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવશે. જેમાં ગામડાઓમાં પરત ફરી રહેલા પ્રવાસી મજૂરોને વધુ કામ મળશે. જેનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે.

હેલ્થ વર્કર્સ માટે 50 લાખના વીમાની વ્યવસ્થા

નાણામંત્રીએ જણાવ્યું કે હેલ્થ વર્કર્સ માટે 50 લાખના વીમાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને સુરક્ષા આપવા માટે મહામારી એક્ટમાં ફેરફાર કર્યો છે. તેમણે કહ્યું કે કોરોના કાળમાં શિક્ષા માટે ટેક્નિકલ ઉપયોગ વધ્યો છે. એર એજ્યુકેશનલ વીડિયો કન્ટેન્ટ વધ્યા છે.

જિલ્લા સ્તરે તમામ હોસ્પિટલોમાં બનાવાશે અલગથી બ્લૉક

સરકારે જાહેર સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ખર્ચ વધારવાની જાહેરાત કરી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્વાસ્થ્ય અને વેલનેસ સેન્ટર્સની સંખ્યા વધારવામાં આવશે. જિલ્લા સ્તરે તમામ હોસ્પિટલોમાં સંક્રમણ બીમારીઓ માટે અલગથી બ્લૉક બનાવવામાં આવશે. લેબ નેટવર્કને વધુ સારૂ બનાવવામાં આવશે. મહામારી સામે લડવા માટે જિલ્લા અને બ્લોક સ્ટેશન પર ઇન્ટિગ્રેટેડ હેલ્થકેર પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવશે.

એજ્યુકેશન

નિર્મલા સીતારમણે જણાવ્યું કે, જરૂરિયાતમંદ વિદ્યાર્થી જેની પાસે ઇન્ટરનેટ નથી તેઓ સ્વંય પ્રભા ડીટીએચ સેવાથી ભણી શકે છે. જોકે આવી ત્રણ ચેનલ, જેમાં 12 નવી ચેનલ જોડાશે. આ સિવાય દીક્ષા દ્વારા ઈ-કૉન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મનો દર્પણ નામથી એક કાર્યક્રમ ચલાવવામાં આવશે. ત્યારે વન ક્લાસ, વન ચેનલ હેઠળ 1થી 12માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવાનો નવો રસ્તો આપવામાં આવશે. રેડિયો, કોમ્યૂનિટી રેડિયથી પણ ભણવા માટે મદદ લેવામાં આવશે. દિવ્યાંગો માટે વિશેષ શિક્ષા સામગ્રી તૈયાર કરવામાં આવશે. 100 ટૉપ યુનિવર્સિટીઓને ઓનલાઇન શિક્ષણની મંજૂરી આપવામાં આવી છે.

કંપની એક્ટ

કંપની એક્ટના વધુ પડતી જોગવાઈઓમાં રાહત આપવામાં આવશે. એક વર્ષ સુધી દેવાળિયા(ડિફોલ્ડર્સ) જાહેર કરવાની પ્રક્રિયા પર રોક લગાવવામાં આવશે. એટલે કે લેણુ ભરપાઇ કરવામાં ચૂકને એક વર્ષ સુધી ઇન્સૉલ્વેન્સીમાં સામેલ નહીં કરવામાં આવે. નાના ઉદ્યોગોના દેવાળીયા હોવાની મર્યાદાને એક લાખથી વધારીને એક કરોડ કરી દેવામાં આવશે.

CSR બોર્ડ રિપોર્ટમાં અછત, ફાઇલિંગમાં ચૂકને ગૂનાની યાદીમાંથી હટાવવામાં આવશે. સરકાર એવી નવી નીતિઓ લાવશે જેવામાં એ નક્કી થશે કે કોણ રણનીતિક સેક્ટરમાં કઇ પબ્લિક સેક્ટર કંપની રહેશે અને ખાનગી કંપનીઓ પણ રહેશે, કેટલાક એવા સેક્ટર હશે જેમાં માત્ર 4 પબ્લિક સેક્ટર કંપનીઓ રહેવાની મંજૂરી મળશે. કંપનીઓને પોતાની સિક્યુરિટીઝને સીધા વિદેશી એક્સચેન્જોમાં લિસ્ટિંગની સુવિધા આપવામાં આવશે.

આર્થિક પેકેજ લેન્ડ, લેબર, લિક્વિડિટી, લૉ જેવી વસ્તુઓ પર આધારિત

સીતારમણે કહ્યું કે દેશને આત્મનિર્ભર બનાવવા માટે આર્થિક પેકેજ લેન્ડ, લેબર, લિક્વિડિટી, લૉ જેવી વસ્તુઓ પર ભાર મુકવામાં આવ્યું છે, જેમ કે પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

16364 કરોડની રકમ સીધી ગરીબોના ખાતામાં જમા થઇઃ નાણામંત્રી

નાણામંત્રીએ કહ્યું કે, ગરીબોને તરત મદદ મળી રહી છે. લોકડાઉનની સાથે જ ગરીબો માટે જાહેરાત કરાઇ. 16364 કરોડની સહાય સીધી ગરીબોના ખાતમાં જમા થઇ ગઇ. અમે પ્રવાસી શ્રમિકોની વેદના જાણી. 

ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા જમા કરાયા

નાણામંત્રીએ કહ્યું કે પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કેશ કરવામાં આવ્યા. આ હેઠળ 8.19 કરોડ ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા આપવામાં આવ્યા છે.

20 કરોડ જનધન ખાતામાં 500-500 રૂપિયા મોકલવામાં આવ્યા

નાણામંત્રીએ કહ્યું કે, દેશના 20 કરોડ જન-ધન ખાતાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 500-500 રૂપિયા મોકલવામાં આવ્યા. ઉજ્વલ્લા યોજના હેઠળ 6.81 કરોડ રાંધણ ગેસ ધારકોને મફત સિલિન્ડર આપવામાં આવ્યા.

12 લાખ EPFO મેમ્બર્સે ઓનલાઇન સુવિધાનો લાભ મેળવ્યો

નાણામંત્રીએ જણાવ્યું કે, 12 લાખ ઈપીએફઓ મેમ્બર્સે ઓનલાઇન ક્લિઅરન્સની સુવિધાનો ફાયદો ઉઠાવ્યો. 2.02 નિર્માણ કામથી જોડાયેલ મજૂરોને સીધી મદદ પહોંચાડવામાં આવી. પીએમ ગરીબ કલ્યાણ યોજના દ્વારા ટેક્નોલોજીના ઉપયોગથી સીધા જરૂરિયાતમંદ લોકોના ખાતમાં મદદ પહોંચાડાય.

80 કરોડ લોકોને મફતમાં અનાજ સરકારે આપ્યું

DBT દ્વારા ઉજ્જવલા યોજના લાભાર્થીઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો. 8 કરોડ પ્રવાસી શ્રમિકો માટે 35 કરોડ ભોજન-અન્ન માટે અલગથી ખર્ચ કરવામાં આવ્યો છે. 86000 કરોડ માટે લોક ખેડૂતોને આપવામાં આવી છે.

ટેસ્ટિંગ લેબ્સ અને કિટ્સ માટે 550 કરોડ રૂપિયાની જોગવાઈ

નાણામંત્રીએ જણાવ્યું કે, જરૂરી વસ્તુઓ માટે 3,750 કરોડ રૂપિયાનું જોગવાઈ કરવામાં આવી છે. ટેસ્ટિંગ લેબ્સ અને કિટ્સ માટે 550 કરોડ રૂપિયાની જોગવાઈ કેન્દ્ર સરકાર કરી ચૂકી છે.

કોવિડ 19 માટે 15000 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી

નાણામંત્રીએ કહ્યું કે સરકારે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે કેટલાક પ્રકારના ઉપાય કર્યા છે. કોવિડ 19 માટે 15000 કરોડ રૂપિયાની જાહેરાત સરકારે કરી હતી. જેમાં 4,113 કરોડ રૂપિયા રાજ્યોને રિલીઝ કરાઇ ચૂક્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ