કોરોના મહામારીના કારણે મંદીમાં સરી પડેલા અર્થતંત્રને બેઠું કરવા PM મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. જે અંતર્ગત ગઈકાલે નાણા મંત્રી નિર્મલા સીતારમણે 6 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. આજે સાંજે 4 વાગ્યે તેઓ પ્રેસ કોન્ફરન્સ દ્વારા બીજા તબક્કાના રાહત પેકેજની જાણકારી આપશે. જેના પર બધાની નજર ટકેલી છે.
ઉલ્લેખનીય છે કે, આજે નાણા મંત્રી કૃષિ સેક્ટર અને તેની સાથે સંકળાયેલી ગતિવિધિઓને લઈ મોટી જાહેરાત કરી શકે છે. ઉપરાંત સપ્લાઈ ચેનને ઠીક કરવા માટે મોદી સરકાર દ્વારા અન્ય રાહતો આપવામાં આવી શકે છે.