ભારતના મહાન દોડવીર 'ફ્લાઇંગ સિખ' મિલ્ખા સિંહનું (Flying Sikh Milkha Singh Passes) એક મહિના સુધી કોરોના વાયરસ (Coronavirus) સામે લડ્યા બાદ નિધન થયું છે. પરિવારના પ્રવક્તાએ શુક્રવારે રાત્રે આ અંગેની માહિતી આપી હતી. કોવિડ -19 પછીની સમસ્યાઓને લીધે શુક્રવારે સાંજે 91 વર્ષના મિલ્ખા સિંહની હાલત નાજુક થઇ હતી, જેમાં તેમનું ઓક્સિજનનું સ્તર (Oxygen level) ઓછું થઇ ગયું હતું. તેમને તિવ્ર તાવ પણ આવતો હતો. રવિવારે જ તેમની પત્ની અને ભારતીય વોલીબોલ ટીમની પૂર્વ કેપ્ટન નિર્મલ કૌરનું પણ કોરોના સંક્રમણને કારણે અવસાન થયું હતું.
પદ્મશ્રી મિલ્ખા સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ લખ્યું કે, "મિલ્ખા સિંહ જીના અવસાન સાથે આપણે એક મહાન ખેલાડી ગુમાવ્યો છે. જેમણે દેશની કલ્પના કેપ્ચર કરી લીધી હતી અને અસંખ્ય ભારતીયોના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું. તેમણે પોતોના પ્રેરણાદાયક વ્યક્તિત્વ સાથે લાખો લોકોના પ્રિય બની ગયા હતા. તેમના નિધનથી દુખી છું. થોડા દિવસ પહેલા જ મેં મિલ્ખાસિંહજી સાથે વાત કરી હતી. મને ખબર નહોતી કે, તે અમારી છેલ્લી વાતચીત હશે. ઘણાં ઉભરતા રમતવીરો તેમની જીવનયાત્રાથી તાકાત મેળવશે. તેમના પરિવાર અને વિશ્વભરના ઘણા ચાહકો પ્રત્યે મારી સંવેદના."