રહસ્યમય બીમારીએ અમેરિકનોનો ભરડો લીધો છે. 8મી ફેબુ્રઆરી સુધી 2024-25ની ફ્લુ સીઝનમાં સીડીસીના અંદાજ મુજબ રાષ્ટ્રવ્યાપી ધોરણે 2.9 કરોડ કેસ નોંધાયા છે અને તેમા 370000નું હોસ્પિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. આ ફ્લુ સીઝનમાં 16 હજારથી પણ વધુના મોત થયા છે. અમેરિકામાં છેલ્લા દાયકામાં ફ્લુથી થયેલા મોતનો આંકડો પહેલી વખત આ સ્તરે પહોંચ્યો છે. તેથી તંત્ર સ્તબ્ધ છે.