મધ્ય મેક્સિકોમાં મૂશળધાર વરસાદને કારણે અચાનક આવેલા પૂરનું પાણી એક હોસ્પિટલમાં ઘૂસી જતાં ૧૬ દર્દીઓનાં મોત થયા છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર વીજળી પુરવઠોે ખોરવાઇ જવાના કારણે ઓક્સિજન ઉપકરણો બંધ થઇ જવાના કારણે ૧૬ દર્દીઓનાં મોત થયા હોવાની શક્યતા છે.
રાષ્ટ્રીય સામજિક સુરક્ષા સંસ્થા(આઇએમએસએસ)એ સોશિયલ મીડિયા સાઇટ પર જણાવ્યું હતું કે ઘટનામાં ૪૦ દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે. મેક્સિકો સિટીના ઉત્તરમાં ૧૦૦ કિમી દૂર આવેલા તુલા શહેરમાં ઝડપથી પૂરનું પાણી ભરાઇ જવાના કારણે અન્ય વિસ્તારોની સાથે એક સરકારી હોસ્પિટલમાં પણ પૂરનું પાણી ઘૂસી ગયું હતું.