મહારાષ્ટ્રમાં પૂરથી 76 લોકોના મોત થયા છે જ્યારે લેન્ડ સ્લાઈડની ઘટનાઓમાં 138 બીજા લોકોના પણ મોત થયા છે.ભારે વરસાદના કારણે 9 જિલ્લામાં 890 ગામ પ્રભાવિત છે.વરસાદના કારણે હજી 59 લોકો ગૂમ છે.જ્યારે 90000 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે.
રાયગઢ જિલ્લામાં 6 જગ્યાએ ભેખડો ધસી પડી છે.જેમાંથી 1 જગ્યાએથી 49 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે આજે મુંબઈથી હેલિકોપ્ટર થકી પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા માટે રવાના થઈ ગયા છે.