આસામમાં ગઈકાલે પૂરની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. જો કે હજુ પણ પાંચ જિલ્લામાં લગભગ 46,000 લોકો પૂરથી અસરગ્રસ્ત છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના દૈનિક અહેવાલ મુજબ ચિરાંગ, દરાંગ, ધેમાજી, ડિબ્રુગઢ અને શિવસાગર જિલ્લામાં પૂરના કારણે 45,700થી વધુ લોકો પ્રભાવિત થયા છે. મળેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે શિવસાગરમાં સૌથી વધુ 23,000 લોકો અસરગ્રસ્ત છે, ત્યારબાદ ધેમાજીમાં 20,500 અને ચિરાંગમાં 1,500 લોકો અસરગ્રસ્ત છે.