કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ સહિત દેશનાં કેટલાંક રાજ્યોમા ભારે પૂર અને વરસાદનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. જોકે સારા સમાચાર એ છે કે અઠવાડિયામાં પહેલી વાર કર્ણાટકમાં પૂર ઓસરવાનું ચાલુ થતાં સત્તાવાળાઓએ રાહતનો શ્વાસ લીધો હતો. કર્ણાટકમાં અત્યાર સુધી વરસાદ, પૂર, ભૂસ્ખલન સંબંધિત બનાવોમાં ૮૫ લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં ૮૦૦ કામચલાઉ રાહત છાવણીઓ ઊભી કરવામાં આવી છે જેમાં આશરે ૬,૦૦૦ લોકોએ શરણું લીધું છે. સૌથી વધારે ખાનાખરાબી કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં થઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં પણ ભારે વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. દેશભરમાં વરસાદ અને પૂર સંબંધિત બનાવોમાં અત્યાર સુધી ૨૫૦ લોકોનાં મોત થયાં છે.