બ્રિટનના દક્ષિણ ઇંગ્લેન્ડ અને ઇસ્ટ મિડલેંડ્સમાં ખરાબ હવામાનથી ભારે નુકસાન થયું છે. અચાનક થયેલા ભારે વરસાદ, કરા અને વીજળી પડવાને કારણે અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે.
આકાશમાંથી વીજળી પડવાની 400 ઘટનાઓથી લોકો ભયભીત છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે વરસાદ 20 મિનિટથી લઇને એક કલાક સુધી ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી છે કે વધતા કલાયમેટ ચેન્જને કારણે આવી ઘટનાઓ વધવાની સંભાવના છે.