ભારે બરફ અને મૂશળાધાર વરસાદની સ્થિતિને કારણે બ્રિટનમાં જનજીવન અસ્તવ્યસ્ત છે. સોમવારે અંદાજિત 100 જેટલાં ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય યલો સ્નો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. નોર્થ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં 15 સેમી (5 ફૂટ) બરફ પડવાની આગાહી છે. ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્થ આઇલેન્ડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.