તાજેતરમાં ઈથોપીયન એરલાઈન્સનું વિમાન તુટી પડતા યુકે, ચીન સહિતના અન્ય રાષ્ટ્રોએ બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટને બંધ કરવાનો નિર્ણય લેવાતાં ભારતના ડિરેકટોરેટ જનરલ ઓફ સીવીલ એવિએશન (ડીજીસીએ) દ્વારા ભારતમાં તમામ બોઈંગ 737 મેક્સ વિમાનોને ગ્રાઊન્ડિંગ કરવાનો આદેશ અપાતા દેશમાં હવાઈ મુસાફરી મોંઘીદાટ બનવા પામી છે. બીજી તરફ ડીજીસીએના આ આદેશ બાદ શેરબજાર પર લિસ્ટેડ એરલાઈન્સ કંપનીના શેરોમાં આઠ ટકા સુધીના ગાબડા નોંધાયા હતા.
ભારતમાં આ પ્રતિબંધની સીધી અસર સ્પાઇસ જેટ અને જેટ એરવેઝ પર પડી છે. સ્પાઇસ જેટ પાસે આવા લગભગ 12 વિમાન અને જેટ એરવેઝ પાસે 5 વિમાન છે. જોકે, સ્પાઇસ જેટે પોતાના નિવેદનમાં મુસાફરોને વિશ્વાસ અપાવ્યો છે કે, તે મુસાફરોને થનારી અસુવિદ્યાઓ ઓછી કરવાનો દરેક સંભવિત પ્રયાસ કરશે.