રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા પરશુરામધામ નજીક તળાવમાં સેલ્ફી લેવા જતા પગ લપસતા એક યુવતી અને ત્રણ યુવાનો ડૂબતા ફાયરબ્રિગેડ, પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ છે. જેમાં ફાયરના જવાનોએ યુવતીને બચાવી લીધી છે અને અન્ય ત્રણ યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બે યુવકના મૃતદેહ મળી આવ્યા છે અને અન્ય એકની શોધખોળ ચાલુ છે. યુવકોને ડૂબતા જોઇ વૃદ્ધે બચાવવા તળાવમાં છલાંગ મારી હતી પરંતુ તેનું પણ ડૂબી જવાથી મોત નીપજ્યું હતું અને તેનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાને લઇને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે.