પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ) ઉપર કેન્દ્ર સરકારે પાંચ વર્ષ માટે પ્રતિબંધ મુકી દીધો છે. આઇએસ જેવા મોટા આતંકી સંગઠનો સાથે લિંક હોવાના પુરાવા મળ્યા બાદ આ પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું સરકારે જણાવ્યું હતું. પીએફઆઇની સાથે અન્ય કેટલાક સંગઠનો ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેમાં રેહાબ ઇન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, નેશનલ વૂમન ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઇન્ડિયા ફાઉન્ડેશનનો પણ સમાવેશ થાય છે. આ સંગઠનોની ઉપર યુએપીએ કાયદા હેઠળ પ્રતિબંધ મુકાયો છે.