ચીન સાથે ચાલી રહેલા વિવાદ બાદ આજે પાંચ રાફેલ વિમાનોએ ફ્રાંસથી ભારત માટે ઉડાન ભરી લીધી છે. આ વિમાનોએ ફ્રાંસના મૈરિગનેકથી ઉડાન ભરી છે. ત્યાં જ રાફેલ વિમાન બનાવનારી કંપની ધસોલ્ટ એવિએશનનું ઉત્પાદન એકમ આવેલું છે. રાફેલ વિમાન બુધવારના રોજ હરિયાણાના અમ્બાલા સ્થિત એરફોર્સ સ્ટેશન પર લેન્ડ થશે.
ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ રાફેલ 10 કલાકનું અંતર કાપીને સંયુક્ત અરબ અમીરાતમાં ફ્રાન્સના એરબેઝ અલ ધફરા એર બેઝ પર લેન્ડ કરશે અને બીજા દિવસે રાફિલ વિમાન અમ્બાલા માટે ઉડાન ભરશે. નોંધનીય છે કે રાફેલ વિમાન ફ્રાન્સથી 7364 કિલોમીટરનું અંતર કાપીને ભારત પહોંચશે.
અત્યાર સુધીમાં વાયુસેનાના 12 પાયલટ રાફેલ માટે પોતાની ટ્રેનિંગ પૂરી કરી ચૂક્યા છે. તેમજ અન્ય કેટલાક પાયલટ્સ ટ્રેનિંગના ફાઈનલ સ્ટેજમાં છે. બંને દેશો વચ્ચે થયેલા સમજૂતી કરાર પ્રમાણે ફ્રાન્સ ભારતના 36 પાયલટ્સને ટ્રેનિંગ આપશે. તેમાંથી મોટા ભાગના પાયલટ્સની ટ્રેનિંગ ફ્રાન્સમાં જ થશે.
રાફેલ ભારતીય વાયુ સેનાના 17માં સ્ક્વાડ્રન ‘Golden Arrows'નો ભાગ બનશે. ફ્રાન્સથી યૂએઈના પ્રવાસ દરમિયાન રાફેલ વિમાનની સાથે હવામાં ઈંધણ ભરનારા બે refuler પણ આવશે. ભારતીય વાયુસેનાના જે પાયલટ્સે રાફેલ વિમાનના ઉડાનની ટ્રેનીંગ લીધી છે તેઓ જ તેને ભારત લઈને આવી રહ્યા છે. 29 જુલાઈના રોજ રાફેલ વિમાનને ઔપચારિક રીતે ભારતીય વાયુસેનામાં અમ્બાલામાં સામેલ કરવામાં આવશે.