રશિયાના ન્યોનોસ્કામાં રોકેટ પરીક્ષણ દરમિયાન બ્લાસ્ટ થતાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. મીડિયાના રિપોર્ટ્સ મુજબ મરનાર તમામ પરમાણુ વિજ્ઞાનિક હતા. બનાવ ગુરુવારે બન્યો છે. ત્યાર પછી ન્યોનોસ્કાથી 47 કિમી દૂર સેવેરોદવિંસ્ક શહેરના અધિકારીએ ચેતવણી આપી છે કે બ્લાસ્ટ પછી રેડિયેશનું સ્તર સામાન્ય કરતા 20 ગણું વધી ગયું છે. 40 મિનિટ પછી સ્થિતિ સામાન્ય થઈ હતી. શુક્રવારે પણ સાઈટ ઉપર નાના બ્લાસ્ટ થયા હતા જેમાં નવ લોકો ઘાયલ થયા હતા. મેડિકલ ટીમે કેમિકલ અને ન્યૂક્લિયર પ્રોટેક્શન સૂટ પહેરીને ઘાયલ લોકોને બહાર કાઢ્યા હતા.
રેડિયેશનને લઈને લોકોમાં ડરનો માહોલ
રશિયાની ન્યૂક્લિયર કંપની રોસાતોમના જણાવ્યા મુજબ હાદસા રોકેટના લિક્વિડ પ્રોપેલેંટ એન્જિનના પરીક્ષણ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. વૈજ્ઞાનિકો આઈસોટોપ દ્વારા પ્રપુલ્શન સિસ્ટમને ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બનાવના બે દિવસ પછી પણ સ્થિતિ સામાન્ય થઈ નથી. ટેસ્ટિંગ સાઈટ પાસેના આર્ખનગેલ્સક અને સેવેરોદવિંસ્ક શહેરમાં રેડિયેશનને લઈને લોકોમાં ડર છે. મેડિકલ સ્ટોર્સે આયોડીન લેવા માટે લોકોમાં ભીડ છે.