કર્ણાટકમાં કોંગ્રેસની પ્રચંડ જીતની સાથે મુખ્ય મંત્રી પદને લઈને મંથન શરૂ થઈ ગયું છે. ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા આજે દિલ્હીમાં ટોચના નેતૃત્વથી મુલાકાત કરશે. કોંગ્રેસ દ્વારા જલદી સ્થિતિ સ્પષ્ટ થશે કે કર્ણાટકમાં મુખ્ય પ્રધાનપદ કોને મળશે. આ દરમ્યાન સુન્ની વકફ બોર્ડે કોંગ્રેસની સામે એક નવી માગ કરી છે. સુન્ની ઉલેમા બોર્ડે મુસ્લિમ નેતાઓએ કોંગ્રેસથી માગ કરી છે કે કર્ણાટકમાં ડેપ્યુટી મુખ્ય પ્રધાન મુસ્લિમ સમુદાયમાંથી હોવા જોઈએ. આટલું જ નહીં, બોર્ડે અન્ય કેટલાંક મધ્યમ પદ પણ મુસ્લિમ સમુદાય આપવાની માગ કરી છે.