મધ્ય પ્રદેશના નરસિંહપુરના એક ગામમાં કાલે રાત્રે એક ટ્રક પલટી જતા પાંચ મજૂરના મોત થયા છે. આ ઉપરાંત 11 મજૂર ઈજાગ્રસ્ત થયા છે તેમાંથી બેની સ્થિતિ ગંભીર છે. ટ્રકમાં બે ડ્રાઈવર અને એક કન્ડેક્ટર સહિત કુલ 18 લોકો સવાર હતા. જેમાંથી 15 લોકો હૈદરાબાદમાં મજૂરી કરતા હતા. તમામ મજૂર કેરીથી ભરેલા ટ્રકમાં બેસીને આગ્રા જઈ રહ્યા હતા.
નરસિંહ પુર જિલ્લા કલેક્ટર દીપક સક્સેનાએ જણાવ્યું કે, કેરીથી ભરેલા ટ્રકમાં 18 લોકો સવાર હતા. નરસિંહપુરમાં પાઠા ગામની પાસે ટ્રક પલટી જતા પાંચ લોકોના મોત થઈ ગયા હતા. ત્યાંજ 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સંક્રમણને ફેલાતા અટકાવવા માટે સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવેલું છે. જેના કારણે ધંધા રોજગાર ઠપ થયા હોવાથી મજૂરો પોતાની ઘર વાપસી માટે બેબાકળા બન્યા છે. પ્રવાસી મજૂરોની વતન વાપસી માટે સરકાર દ્વારા શ્રમિક ટ્રેન સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ તે પુરતા ના હોવાથી અનેક મજૂરોએ સાઈકલ અથવા પગપાળા વતનની વાટ પકડી છે. જેના પગલે તેઓ અકસ્માતનો પણ ભોગ બની રહ્યાં છે.