ઓડિશાના કાલાહાંડી ખાતે એન્કાઉન્ટરમાં પાંચ માઓવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. માઓવાદીઓ સાથેની મૂઠભેડમાં બે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) કમાન્ડો શહીદ થયા હતા. ઓડિશાના કંધમાલ નજીક કાલાહાંડી ખાતે ભંડારન્ગુ સિરકીના જંગલ વિસ્તારમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં એક મહિલા સહિત પાંચ માઓવાદીઓનો ભોગ લેવાયો હતો. ચાર મૃતદેહો જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા હતા જ્યારે એક મૃતદેહ કોમ્બિંગ દરમિયાન મળ્યો હોવાનું કાલાહાંડીનાં એસપી બાટુલા ગંગાધરે જણાવ્યું હતું. શહીદ થયેલા કમાન્ડોની ઓળખ ૨૮ વર્ષનાં સુધીર ટુડુ અને ૨૭ વર્ષનાં દેબસિસ શેઠી તરીકે થઈ હતી. બંનેને ગોળીઓ લાગતાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા.