આસામમાં ગુરૂવારે પૂરની સ્થિત વણસી હતી. અહીં, ૧૨ જિલ્લાના લગભગ ૫ લાખ લોકો પૂરની જપેટમાં આવ્યા છે. આ પૂરમાં એક વ્યકિતએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અહેવાલ મુજબ, ઉદલગુરી જિલ્લાના તામુલપુરમાં પૂરને કારણે એક વ્યકિતનું મોત થયું છે. જ્યારે, બક્સા, બારપેટા, ચિરાંગ, દરરંગ, ધુબરી, ડિબુગઢ, સહિતના કુલ ૧૧ જિલ્લાઓમાં ૪.૯૫ લાખ લોકો પ્રભાવિત થયા છે.