કોરોનાની બીજી લહેર સામે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો સુનાવણીમાં આજે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ખંડપીઠે સરકારને કહ્યું હતું કે આગામી પંદર દિવસમાં કેસની સંખ્યા પાંચ લાખ થાય તેવી શક્યતા છે, પરંતુ સરકાર પાસે કોઇ નક્કર તૈયારી નથી. 'આઇવરી ટાવર' પર બેસીને એટલે કે જ્યાં કોઇ ચિંતા કે મુશ્કેલીનો અનુભવ ન થાય તેવાં પદ પર બેસીને આયોજન કરવાથી કંઇ થતું નથી. અત્યારે જમીની વાસ્તવિકતાને સમજી મેદાનમાં ઉતરી કામગીરી કરવાની જરૃર છે. સરકાર તેના સોગંદમામાં ફૂલગુલાબી ચિત્ર રજૂ કરી રહી છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિનો કોઇ ઉલ્લેખ નથી. અમે એવું નથી કહેતાં કે સરકાર કાંઇ કરી રહી નથી પરંતુ જે પ્રયત્નો થઇ રહ્યાં છે તે પારદર્શક અને સંતોષકારક નથી, તેથી મુશ્કેલીઓ સર્જાઇ રહી છે.