પંજાબના ગુરુદાસપુરના બટાલા ખાતે બુધવારે એક ફટાકડા ફેક્ટરીમાં આગ લાગ્યા પછી જોરદાર વિસ્ફોટ થયો હતો. ઘટનામાં અત્યારસુધીમાં ૨૩ લોકોના મૃત્યુ થયા છે તો ૩૦ થી ૪૦ લોકોને ઇજા પહોંચી હતી. ૫૦થી વધુ મજૂરોને કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરી જમીનદોસ્ત થઇ ગઇ હતી. વિસ્ફોટનો અવાજ એક કિ.મી.ના અંતર સુધી સંભળાયો હતો અને ફેક્ટરી આસપાસની ત્રણ ચાર ઇમારતો પણ ધરાશયી થઇ ગઇ હતી. દૂર દૂરની ઇમારતોના કાચ પણ ધ્રુજારીને કારણે ફુટી ગયા હતા.