જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે સતત ચોથા દિવસે કાશ્મીર ખીણ દેશના અન્ય વિસ્તારોથી વિખૂટી રહી હતી. જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ રખાયો હતો અને હવાઇ સેવાઓ સ્થગિત કરી દેવાઇ હતી. ભારે હિમવર્ષા જારી રહેતાં જનજીવન ખોરવાયેલું રહ્યું હતું. બુધવાર સવાર સુધીના છેલ્લા ૨૪ કલાકમાં શ્રીનગરમાં ૩૪.૭ સેમી અને કાઝિગુંડમાં ૩૩.૭ સેમી, પહેલગામમાં ૨૯ સેમી અને કોકેરનાગમાં ૧૭ સેમી બરફ વરસ્યો હતો. ગુલમર્ગમાં ૨૮ સેમી, કુપવાડામાં ૨૨ સેમી હિમવર્ષા નોંધાઇ હતી. સત્તાવાળાઓએ પૂંચ, રાજૌરી, રામબન, ડોડા અને બાંદીપોરા સહિતના વિસ્તારોમાં હિમપ્રપાતની ચેતવણી જારી કરી હતી. કુલગામમાં ૨૨ પરિવારને સલામત સ્થળે ખસેડાયાં હતાં. હિમાચલપ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન ખોરવાયું હતું. રાજ્યના ૩૨૨ માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. કલ્પા અને કેલોંગમાં અનુક્રમે ૫૮ અને ૧૮ સેમી, ખરદાલામાં ૧૫ અને મૂરંગમાં ૧૨ સેમી હિમવર્ષા નોંધાઇ હતી. દેશની રાજધાની દિલ્હીમાં સતત ચોથા દિવસે વરસાદ થતાં વર્ષ ૨૦૦૦ પછી જાન્યુઆરીનો રેકોર્ડ વરસાદ નોંધાયો છે. તામિલનાડુની રાજધાની ચેન્નઇમાં જાન્યુઆરી મહિનામાં ૨૧મી સદીનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે.