રેટિંગ એજન્સી ફિચે અગામી નાણાંકીય વર્ષ(2019-20) માટે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન 7 ટકાથી ઘટાડીને 6.8 ટકા કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, દેશની અર્થવ્યવસ્થાની ગતિ આશા પ્રમાણે ન રહેવાને કારણે ફિચે આમ કર્યું છે.
મહત્વનું છે કે, ફિચે ચાલું નાણાંકીય વર્ષ માટે ગત વર્ષે 7.8 ટકાની આશા વ્યક્ત કરી હતી પરંતુ ગ્રોથનું અનુમાન ઘટાડીને 7.2 ટકા કર્યું છે. રેટિંગ એજન્સીએ ગ્લોબલ ઈકોનોમિક આઉટલુકમાં કહ્યું કે, નાણાંકીય વર્ષ 2020-2021માં ભારતની જીડીપી 7.1 ટકાના દરથી વધશે. ગત વર્ષે તેનું અનુમાન પણ 7.3 ટકાનું કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રેટિંગમાં નોંધપાત્ર ઘટાડો પ્રત્યેક વર્ષે જોવા મળી રહ્યો છે.
ફિચના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીમાં યોજાયેલી આરબીઆઈની મોનિટરી પોલિસીની સમીક્ષાની બેઠકમાં ઉદાર વલણ અપનાવતા રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. સૂત્રો મુજબ, આ વર્ષે પણ બીજો આટલો જ ઘટાડો કરવામાં આવી શકે છે. ફિચના જણાવ્યા પ્રમાણે, મોંઘવારી દર નક્કી લક્ષ્યથી નીચે રહેવાને કારણે આરબીઆઈ આ નિર્ણય લઈ શકે છે.