દેવભુમિદ્રારકામાં ખરાબ હવામાનથી અરબી સમુદ્રમાં માછીમારની એક બોટ ડૂબી હતી. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા તરત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પાંચ માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે એક માછીમાર હજુ લાપત્તા લાપત્તા છે અને તેની શોધખોળ કોસ્ટગાર્ડ દ્વારા ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.