દેશને આજે પોતાની પ્રથમ મહિલા સ્વાટ ટીમ મળશે. ગૃહમંત્રી રાજનાથસિંહે આજે આ સ્પેશ્યલ વિમેન કમાન્ડો ટીમને રાજધાની દિલ્હીની સુરક્ષામાં તૈનાત કરશે. આ કમાન્ડો ટીમમાં તૈનાત 36 મહિલા કોન્સ્ટેબલ ઉત્તરપૂર્વી રાજ્યોમાંથી છે. દેશ- વિદેશના એક્સપર્ટ દ્વારા 15 મહિનાની કડક તાલીમ પછી આ ટીમ તૈયાર કરવામાં આવી છે. ખાસ વીવીઆઈપીની સુરક્ષા માટે પણ આ મહિલા કમાન્ડો ટીમ તૈનાત કરાશે.