ચેસના દિગ્ગજ ગેરી કાસ્પારોવે તેની એક પોસ્ટથી ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે જેના લોકો અલગ અલગ રાજકીય અર્થ કાઢી રહ્યા છે. ગેરી કાસ્પારોવે લોકસભાની ચૂંટણીમાં રાયબરેલીથી ચૂંટણી લડવા બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આડકતરી રીતે ઝાટકણી કાઢી હતી અને તેમને પહેલા રાયબરેલી બેઠક જીતવા કહ્યું હતું. ગેરી કાસ્પારોવ એક રશિયન ચેસ ગ્રાન્ડમાસ્ટર અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેસ ચેમ્પિયન છે.