આગામી 23મી એપ્રિલે યોજાનારા મતદાનમાં પ્રથમ વખત મતદાન મથકો પર વેઇટિંગ રૂમ, મંડપ, પાણી તથા મેડિકલની ટીમ તૈનાત રહેશે. જણાવી દઈએ કે, દિવ્યાંગ મતદારો માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ અંગે અમદાવાદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, સાંજે છ વાગ્યા સુધીમાં બહાર ઉભેલા હશે તેઓને પણ ટોકન આપવામાં આવશે જેથી તેઓ મતદાન કરી શકે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ટોકન સિવાયના મતદારો મતદાન કરી શકશે નહીં.
જણાવી દઈએ કે, આ વખતે મતદાર કાપલી એ-ફોર સાઇની આપવામાં આવી છે. જેમાં મતદારનો સ્પષ્ટ ફોટો, મતદાન મથકનો ગુગલ મેપ, બીએલઓના મોબાઇલ નંબર વગેરે દર્શાવાયા છે.