-
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીયેશન (જી.એસ.એફ.એ.) ગર્વપૂર્ણ રીતે જાહેરાત કરે છે કે અમદાવાદ પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ચેમ્પિયનશીપની યજમાની કરી રહ્યું છે. સંતોષ ટ્રોફી (પશ્ચિમ ઝોન) માટેની 72મી સિનિયર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપનું આયોજન અમદાવાદમાં એરેના ટ્રાન્સસ્ટેડિયામાં જાન્યુઆરી 8 થી જાન્યુઆરી 13, 2018 સુધી કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જાન્યુઆરી 8, 2018ના રોજ આ સ્પર્ધાને ખૂલ્લી મૂકવા માટે સંમતિ આપી છે.
સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય સ્તરની ખૂબ જ પ્રતિષ્ઠિત ફૂટબોલ સ્પર્ધા છે. આ સ્પર્ધા ઝોન પ્રમાણે રમાય છે – જેમાં પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને ઉત્તર-પૂર્વ ઝોનનો સમાવેશ થાય છે. સાત રાજ્યોની ફૂટબોલ ટીમો સંતોષ ટ્રોફી (પશ્ચિમ ઝોન) માટેની 72મી સિનિયર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે, જેમાંથી ટોચની બે ટીમો નેશનલ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે.
આ સાત ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ એ માં ગુજરાત, ગોવા, અને રાજસ્થાન તથા ગ્રૂપ બી માં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દમણ અને દીવ તેમજ લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 8, 2018ના રોજ ગુજરાત તેની પ્રારંભિક મેચમાં રાજસ્થાનનો મુકાબલો કરશે, જ્યારે ગુજરાતની બીજી લીગ મેચ ગોવા સામે જાન્યુઆરી 12, 2018ના રોજ યોજાશે.
આ સ્પર્ધાના નિયમો મુજબ દરેક ટીમમાં 21 વર્ષથી ઓછી ઉંમરના ઓછામાં ઓછા પાંચ ડેવલપમેન્ટલ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે છે, જેમાંથી ત્રણ ખેલાડીઓ મેચ દરમિયાન કોઇપણ સમયે ફિલ્ડમાં હોય છે. આ નિયમના કારણે ફૂટબોલની યુવા પ્રતિભાઓને વરિષ્ઠ અને અનુભવી ખેલાડીઓ સાથે રમવાનો મોકો મળે છે.
સ્પર્ધાના આયોજન અંગે વાત કરતા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીયેશનના પ્રમુખ શ્રી ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, “સંતોષ ટ્રોફી સમગ્ર દેશમાં ખૂબ જ લોકપ્રિય ચેમ્પિયનશીપ છે. ગુજરાતના ઉભરતા અને પ્રતિભાવાન ખેલાડીઓ માટે અન્ય રાજ્યોના ખાસ કરીને ગોવા અને મહારાષ્ટ્રના વરિષ્ઠ અને અનુભવી ખેલાડીઓને રમતા જોવાનો અને તેમની રમતમાંથી શીખવાનો આ અનોખો મોકો છે. મને આશા છે કે આ પ્રકારની પ્રતિષ્ઠિત સ્પર્ધાના આયોજનથી રાજ્યમાં ફૂટબોલને લોકપ્રિય બનાવવામાં મદદ મળશે.”
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનની ટીમ આ સ્પર્ધામાં પોતાની આગવી છાપ છોડવા માટે તૈયાર છે. “આ સ્પર્ધાની તૈયારી કરવા માટે અમે પ્રથમ વખત 20 દિવસના તાલીમ કેમ્પનું બે તબક્કામાં આયોજન કર્યું હતું. 10 દિવસની તાલીમનો પ્રથમ તબક્કો જૂનાગઢમાં અને બીજો તબક્કો અમદાવાદમાં યોજવામાં આવ્યો છે.