-
આજની પેઢી દીપિકા પદુકોણને ઓળખે છે, કંગના રનૌતને ઓળખે છે, પ્રિયંકા ચોપરાને ઓળખે છે, કરીના કપૂરને ઓળખે છે પણ ઝુબૈદાનું નામ તેઓ પહેલી જ વાર સાંભળી રહી હશે.
ઝુબૈદાનું આખું નામ ઝુબૈદા બેગમ ધનરાજગીર હતું. તે ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ ની હિરોઈન હતી. ૧૯૧૧ માં જન્મેલી આ અભિનેત્રીના અવસાનને ૨૭ વર્ષ પૂરા થયા. ઝુબૈદા બેગમ માત્ર એક્ટ્રેસ જ નહોતી, તે એક નવાબ પરિવારની પ્રિન્સેસ પણ હતી. તેનો જન્મ ગુજરાતના સુરત ખાતે થયો હતો. તે સચિનના નવાબ સીદી ઈબ્રાહીમ મુહંમદ યાકુત ખાનની દીકરી હતી. તેની માતાનું નામ ફાતિમા બેગમ હતું. ઝુબૈદાને બે બહેનો હતી. સુલતાના અને શહઝાદી.
અદભુત સૌન્દર્ય ધરાવતી ઝુબૈદા બેગમની માતા પણ સાયલેન્ટ ફિલ્મોની અભિનેત્રી હતી. ઝુબૈદા એક પ્રતિષ્ઠિત નવાબ પરિવારની શાહઝાદી હોવા છતાં એણે એની માતાના પગલે ફિલ્મોમાં આવવાનું પસંદ કર્યું હતું. અલબત્ત, એ ઝમાનામાં યુવતીઓ માટે ફિલ્મોમાં કામ કરવું તે પ્રતિષ્ઠાપાત્ર ગણાતું નહોતું. તેના પિતા નવાબ સચિન ધનરાજગીર તરીકે ઓળખાતા હતા. માં ફાતિમા બેગમ સાયલેન્ટ ફિલ્મોમાં કામ કરતી હતી. ત્યારે ત્રણેય રૂપાળી બહેનોને ફિલ્મોમાં કામ કરવા ઓફર આવતી હતી પણ પિતા એનો ઇનકાર કરી દેતા હતા.
પરંતુ એકવાર પૃથ્વીરાજ કપૂર અને નિર્દેશક અરદેશર ઈરાનીએ નવાબ સાહેબને મનાવી લીધા અને તેઓ પોતાની પુત્રીઓ પણ ફિલ્મોમાં કામ કરે તે માટે સંમત થઇ ગયા.
- બેગમે માત્ર ૧૨ વર્ષની વયે જ એ વખતની ‘કોહિનૂર’ ફિલ્મ માટે કરાર કર્યો. એ મૂંગી ફિલ્મ હતી. એ પછી બેગમની બંને બહેનોએ પણ ફિલ્મ જગતમાં પદાર્પણ કર્યું. ૧૯૨૦ સુધી ઝુબૈદા બેગમે તેની બહેનો સાથે ફિલ્મ જગત પર વર્ચસ્વ જમાવતી રહી. અલબત એ બધી જ સાયલેન્ટ ફિલ્મો હતી. ૧૯૨૫ સુધી ઝુબૈદા બેગમે નવ ફિલ્મો માટે કરાર કર્યા હતા એ બધી જ ફિલ્મો રીલીઝ થઇ હતી. તેમાંની મુખ્ય ફિલ્મો દેવદાસ, દેશકા દુશ્મન અને કાલા ચોરને વર્ષો સુધી લોકો યાદ કરતા રહ્યા. આ ત્રણેય ફિલ્મો હિટ રહી. તે પછી બેગમની બંને બહેનોએ પણ એની સાથે જ ફિલ્મમાં કામ કર્યું. ‘કલ્યાણ ખજીના’ નામની એ સાયલેન્ટ ફિલ્મ લંડનના વેમ્બલી એક્ઝીબીશનમાં પણ રજુ થઇ અને એવોર્ડ જીતી ગઈ. તે પછી બાબુરાવ મિસ્ત્રીની ફિલ્મ ‘સિંહગઢ’ માં પણ તેણે કામ કર્યું.
-
આ સમયગાળા દરમિયાન ફાતિમા બેગમ અને તેમની પુત્રીઓ દેશના ફિલ્મી જગત પર વર્ચસ્વ જમાવતી રહી. ૧૯૨૭ માં ફાતિમા બેગમે કેટલીક ફિલ્મોનું નિર્માણ કર્યું. જેમાં બુલબુલ, લયલા મજનું, નણંદ ભોજાઈ અને બલિદાનનો સમાવેશ થાય છે.
‘બલિદાન’ એક એવી ફિલ્મ હતી જે યુરોપમાં પ્રદર્શિત થઇ. ધી સીનેમોગ્રાફ કમિટી એસોસીએશને ‘બલિદાન’ ફીલ્મની પ્રશંસા કરી. આ ફિલ્મની કથા બંગાળના મંદિરમાં અપાતા પશુઓના બલિદાન પર આધારિત હતી. આ ફિલ્મની મૂળ કથા કવિવર રવીન્દ્રનાથ ટાગોરની લખેલી હતી. ભારતીય ફિલ્મ બોર્ડના યુરોપિયન સભ્યોએ આ ફિલ્મને યુરોપમાં પ્રદર્શિત કરવા ભલામણ કરી હતી.
‘બલિદાન’ ફિલ્મની મુખ્ય અભિનેત્રી ઝુબૈદા બેગમ અને મુખ્ય કલાકાર અભિનેતાઓ માસ્તર વિઠ્ઠલ તથા જાલ ખંભાતા હતા.
તે પછી ૧૯૩૧ માં પહેલી જ વાર ભારતમાં એક બોલતી ફિલ્મ બની. એ ટોકી ફિલ્મનું નામ ‘આલમઆરા’ તેની મુખ્ય અભિનેત્રી ઝુબૈદા બેગમ હતી. તા. ૧૪ માર્ચ ૧૯૩૧ ના રોજ ‘આલમઆરા’ ફિલ્મ મુંબઈના ‘મેજિસ્ટિક સિનેમા’ માં પ્રદર્શિત થઇ. આમ ઝુબૈદા બેગમ તે ભારતની પહેલી સાઉન્ડ ટ્રેક ધરાવતી બોલતી હિન્દી ફિલ્મની પહેલી અભિનેત્રી બની ગઈ.