ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં સોમવારે રામલલ્લાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિ કેવી છે તેની રામભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તેમની આ આતુરતાનો શુક્રવારે અંત આવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં શુક્રવારે રામલલ્લાની તસવીર જાહેર કરાઈ છે. કાળા પથ્થરમાંથી બનાવાયેલી શ્રીરામની મૂર્તિના ચહેરા પર મધુર મુસ્કાન, માથા પર તિલક અને હાથમાં ધનુષ અને બાણ જોવા મળે છે.