મેક્સવેલની વિસ્ફોટક અણનમ સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારતને બીજી T-20માં સાત વિકેટે પરાજય આપી બે મેચની સિરીઝ 2-0થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ એક કરતાં વધુ મેચની T-20સિરીઝમાં ભારત સામે પ્રથમ વખત જીત્યું હતું. આ પહેલાં બંને વચ્ચે 3-3 મેચની બે સિરીઝ રમાઈ હતી જે બંને સિરીઝ 1-1થી ડ્રો રહી હતી.
191 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને 13 રનના સ્કોરે સિદ્ધાર્થ કૌલે સ્ટોઇનિસને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી જ્યારે ટીમનો સ્કોર 22 રન પર પહોંચ્યો ત્યારે વિજય શંકરે કેપ્ટન એરોન ફિન્ચને પેવેલિયન મોકલી ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો હતો. મેક્સવેલ અને ડાર્શી શોર્ટે રકાસ અટકાવતાં 73 રનની ભાગીદારી નોંધાવી હતી. વિજય શંકરે આ ભાગીદારી તોડતાં ડાર્શી શોર્ટને અંગત 40 રનના સ્કોરે આઉટ કર્યો હતો. ડાર્શી શોર્ટ આઉટ થયા બાદ મેક્સવેલે હેન્ડ્સકોમ્બ સાથે મળી ટીમને 19.4 ઓવરમાં વિજય અપાવ્યો હતો. મેક્સવેલ ૫૫ બોલમાં 113 રન બનાવી અણનમ રહ્યો હતો.