ઉત્તર પ્રદેશમાં લવ જેહાદના કેસમાં પહેલી વખત કોઈ યુવકને સજા સંભળાવાઈ છે. એક મુસ્લિમ યુવકે પોતાને હિન્દુ બતાવી નર્સરી સંચાલકની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર પછી તેનું અપહરણ કરી દિલ્હી લઈ જઈને બળજબરીથી તેનું ધર્માંતરણ કરાવીને લગ્ન કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, સગીરાના વિરોધના કારણે તેમના લગ્ન થઈ શક્યા નહોતા. હવે કોર્ટે દોષિત યુવકને પાંચ વર્ષની કેદની સજા અને ૪૦ હજારનો દંડ કર્યો છે.
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના હસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ચ ૨૦૨૧માં મોહમ્મદ અફઝલની મુલાકાત એક નર્સરીના સંચાલકની સગીર પુત્રી સાથે થઈ હતી.