કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ખાલી પડેલી સાત વિધાનસભા બેઠક પૈકી ચારની બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ બેઠકોમાં રાધનપુર, મોરવા હડફ અને બાયડ વિધાનસભા બેઠકોની જાહેરાત ન થયા બાદ રાધનપૂરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. અલ્પેશે કહ્યું હતું કે 'ચારેય બેઠકો પર ભાજપની જ જીત થશે.'