રાજ્યમાં કોરોના વાયરસના ખૂબ ઘાતક માનવામાં આવતા ઓમિક્રોન વેરિઅન્ટ ની એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકા થી આવેલા જામનગરના 72 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ જામનગરની ગુરુ ગોવિંદસિંહ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં 29 કરતા વધારે દેશોમાં ઓમિક્રોન ફેલાઈ ગયો છે. હવે ભારતમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે. આ વેરિઅન્ટને ખૂબ જ ઘાતક માનવામાં આવે છે. કારણ કે આ વાયરસ ડેલ્ટા કરતા પાંચ ગણો વધારે ઝડપે ફેલાતો હોવાનું વૈજ્ઞાનિકોનું તારણ છે. મળતી માહિતી પ્રમાણે આ વ્યક્તિએ કોરોનાના વેક્સીનના બંને ડોઝ લઈ લીધા છે. હાલ તેની તબિયત સ્થિર હોવાનું જામનગર કલેક્ટરે જણાવ્યું છે.