રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આવતી કાલે (બુધવારે) પહેલી બેઠક યોજાશે. ન્યૂઝ એજન્સી ANI પ્રમાણે ટ્રસ્ટની બેઠકમાં શિલાન્યસાના મુહૂર્તથી લઇને નિર્માણ પૂર્ણ થવા સુધીની સમયસીમા નિર્ધારિત કરવામાં આવી શકે છે. આ સિવાય બેઠકમાં લોકો દ્વારા દાનની રકમ લેવા અંગેના મુદ્દે પણ નિર્ણય થઇ શકે છે જેથી ભવિષ્યમાં કોઇ વિવાદ ન થાય. જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે મંદિર નિર્માણના પક્ષમાં ચૂકાદો આપ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને મંદિર નિર્માણ અને તેના વિશે રૂપરેખા તૈયાર કરવા માટે એક ટ્રસ્ટ બનાવવાનું કહ્યું હતું. જે અંતર્ગત કેન્દ્ર સરકારે 'રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ' નામે ટ્રસ્ટ બનાવ્યું છે જેમાં 15 સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે જેના પહેલા ટ્રસ્ટી કે. પરાસરન છે.